Bitcoin-2021 In Gujarati-બીટકોઈન શું છે?

Bitcoin in Gujarati
Bitcoin in Gujarati

બીટકોઈન શું છે? (Bitcoin in Gujarati)

બીટકોઈન (Bitcoin) એક નવી ડિજિટલ કરૃનસી (ડિજિટલ ચલણી નાણું) છે, જે ઈલેક્ટ્રોનિકલી રચાય અને સચવાય છે. બીટકોઈન એ બીટ (Bit) અને કોઈન (Coin)નાં જોડાવાથી બનેલ શબ્દ છે. આ ચલણ પર કોઈનો કન્ટ્રોલ નથી. બીટકોઈન અન્ય ચલણ જેવા કે રૂપિયા, ડૉલર કે પાઉન્ડની જેમ છપાતા નથી, સાતોશી નકામોતો નામના વ્યકિતએ 31 ઓક્ટોબર, 2008ના રોજ તેમના સંશોધન પત્રમાં સૌ પ્રથમ બીટકોઈનનો ઉલ્લેખ કર્યો હતો. તે એક ઓપન સોર્સ કોડ તરીકે જાન્યુઆરી, 2009માં અમલમાં મૂકેલ હતો. આ ચલણ લોકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે અને કમ્પ્યુટરસ તેમજ ઈન્ટરનેટ થકી તેનો વિશ્વભરમાં ઉપયોગ તથા પ્રચાર-પ્રસાર થાય છે.

બ્લોકચેઈન (Blockchain} નામની જાહેર ખાતાવહી (Public Ledger) દ્વારા તમામ બીટકોઈન્સનો વ્યવહાર સંચાલિત કરવામાં અને સાચવવામાં આવે છે.

  • આ લેજ૨ (ખાતાવહી)માં દરેક વખતે નવા નવા બ્લોક્સ એક ચેઈનની રીતે ઉમેરાતા જાય છે.
  • જાહેર ખાતાવહીમાં નવા બીટકોઈનના વ્યવહારોને ઉમેરવાની પ્રક્રિયાને બીટકોઈન માઈનીંગ કહે છે.
  • બ્લોક ચેઇન કરવામાં આવેલ વ્યવહારને ચોક્કસ કરી તેના નેટવર્કમાં તે વ્યવહારને બીજા ઉપયોગકર્તા સમક્ષ રજૂ કરે છે, બીટકોઈનને મેળવવા માટે સૌ પ્રથમ બીટકોઈન વોલેટ (Bitcoin Wallet)માં એકાઉન્ટ ખોલવું પડે. ત્યારબાદ તેમાં તમારા થકી થનાર વ્યવહારો માટે કોઈ એક ચોક્કસ બીટકોઈન સરનામું (Bitcoin Address) જણાવવું પડે, આ પ્રક્રિયા સંપન્ન થયા બાદ જ બીટકોઈનની ખરીદી કરવામાં આવે છે.
  • વર્તમાન સમયમાં બીટકોઈન મારફતે ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારે નાણાંનો વ્યવહાર /ચૂકવણીની સેવાઓ મળી રહી છે.
  • બીટકોઈન એ અન્ય દેશોમાં નાણાંકીય વ્યવહાર / ચૂકવણી કરવાનો એક સરળ રસ્તો પણ છે, કારણ કે આમાં બિનજરૂરી પેપરવર્ક થતું નથી.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.