3.ભારતનું બંધારણ અને રાજનીતિ:Constitution Of India.

ભારતનું બંધારણ પ્રસ્તાવના :

ચોક્કસ ભૌગોલિક સીમાઓની અંદર વસેલો માનવ સમુદાય જયારે ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ કે અન્ય કોઇ ભૌગોલિક કે ઐતિહાસિક પરિબળને કારણે સાથે જ રહે છે અને એ રીતે એકત્વ પ્રાપ્ત કરે છે, ત્યારે તે પ્રદેશ અને તે ઉપર વસતો માનવસમુદાય સંયુક્ત રીતે રાષ્ટ્ર કે દેશ બને છે. આપણે જાણીએ છીએ કે, 15 ઓગસ્ટ, 1947ના રોજ આપણે બ્રિટીના શાસન (1858-1947) માંથી આઝાદ થયા. 15 ઑગસ્ટને આપણે આપણા ‘સ્વતંત્રતા દિવસ’ તરીકે ઉજવીએ છીએ.

ભારતની આઝાદીની સાથે સાથે ભારત વર્ષ પર ભારતના લોકોનું શાસન હોય તે માટે લોકશાહી શાસનની સંકલ્પના સ્વીકારી, ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયા સાથે સાથે ચાલી અને ભારતના બંધારણની રચના પૂર્ણ થતાં બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો. આ દિવસને આપણે કાયદા દિન” તરીકે ઉજવીએ છીએ. ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ સ્વીકારાયું. તેનો અમલ 26 જાન્યુઆરી, 1950થી કરવામાં આવ્યો અને આ દિવસને આપણે ‘પ્રજાસત્તાક દિન’ તરીકે ઉજવીએ છીએ. 26 જાન્યુઆરીનો દિવસ એટલા માટે નક્કી કરવામાં આવ્યો કારણ કે, ભારતીય રાષ્ટ્રીય કાગ્રેસના વર્ષ 1929ના લાહોર અધિવેશનના ઠરાવ મુજબ 26 જાન્યુઆરી, 1930ને ‘પૂર્ણ સ્વરાજ દિન’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આમ, આ તારીખનું ઐતિહાસિક મહત્ત્વ હોવાના કારણે 26 જાન્યુઆરી, 1950થી આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ.

પ્રજાસત્તાક એટલે શું?

‘પ્રજાસત્તાક’ એટલે પ્રજાનું શાસન-કાયદાનું શાસન, જયાં કાયદાઓ રાજવ્યવસ્થાનું ઘડતર, નિયમન અને સંચાલન કરતા હોય. આવા કાયદાઓની દિશા નક્કી કરવા માટેનો પાયારૂપ દસ્તાવેજ એટલે જ દેશનું બંધારણ. આ બંધારણ જે મુજબ કાયદાઓએ વર્તવાનું રહે.

બંધારણ એટલે શું? 

સામાન્ય રીતે કોઇપણ દેશના શાસનને ચલાવવા માટે તૈયાર કરવામાં આવેલ કાયદાઓના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ’ કે ‘સંવિધાન’ કહે છે.

આમુખ :

વિધાનમંડળ દ્વારા ઘડાતા કોઇપણ કાયદાની શરૂઆતમાં એ કાયદો કોના દ્વારા ઘડવામાં આવ્યો, જ્યારે ઘડાયો અને કયા હેતુઓ માટે ઘડવામાં આવ્યો, એ દર્શાવતું વક્તવ્ય આમુખ (Preamble) કહેવાય છે. કોઇપણ સંવિધાનના ઉદેશને પ્રગટ કરવા માટે આમુખ રજૂ કરવામાં આવે છે. જેના માધ્યમથી બંધારણનો સાર, અપેક્ષાઓ, ઉદ્દેશ્ય તથા દર્શન પ્રગટ થાય છે. ભારતીય બંધારણના આમુખને વિશ્વના શ્રેષ્ઠ આમુખ પૈકીનું એક માનવામાં આવે છે.

ભારતનું બંધારણ
આમુખ - ભારતનું બંધારણ

ભારતનું બંધારણ મુખ્યત્વે બે બાબતોને ધ્યાનમાં રાખી ઘડાયું હશે તેમ તેના આમુખ પરથી જણાય છે

ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી,પ્રજાસત્તાક   રાજય બનાવવાનું અને  એમાં વસતા સૌ નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના અધિકાર પ્રાપ્ય બનાવવા તેમજ બંધુત્વની ભાવના થકી માનવીનું ગૌરવ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવી .

ભારતનું બંધારણની રચના
  • આપણો દેશ સ્વતંત્ર થયાની સાથે જ બંધારણ સભાની રચના કરવામાં આવી. જોકે બંધારણ સભાએ 9 ડિસેમ્બર,1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું હતું જેમાં જવાહરલાલ નહેરૂ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાનાં આઝાદ,શ્યામા પ્રસાદ મુખર્જી, ડૉ. બાબાસાહેબ આંબેડકર, ક.મા.મુનશી સરોજીની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિતજેવા વિદ્વાન મહાનુભાવોએ બંધારણસભાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
  • ડૉ. રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જેઓ પછી થી પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.

બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ?

બંધારણના ઘડવૈયા કોને કહેવામાં આવે છે? 

  • બંધારણનો ખરડો (Draft) તૈયાર કરવા માટે ખરડા સમિતિ બનાવવામાં હતી.
  • જેના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા.જેઓના ભારતના બંધારણના જનક ઘડવૈયા ગણવામાં આવે છે.

ભારતનું બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો ? 

  • બંધારણ સભા દ્વારા બંધારણ 2 વર્ષ, 11 માસ અને 18 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
  • 26 નવેમ્બર 1949ના દિવસે 389 પૈકી 284 સભ્યોની સહીથી ભારતના બંધારણને માન્યતા આપવામાં આવી હતી.
  • જેથી 26 નવેમ્બરને ‘કાયદા દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ભારતનું
  • ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવ્યું.
  • બંધારણની શરૂઆતમાં કુલ 8 પરિશિષ્ટ (અનુસુચિ), 22 ભાગ અને 395 કલમો હતી.
  • બંધારણમાં હાલમાં કુલ 12 પરિશિષ્ટ (અનુસુચિ),25 ભાગ અને 444 કલમો છે.
  • બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદને છે, જે વિવિધ જરૂરી બાબતોને લગતા કાયદાઓ સંસદમાં પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યા બાદ બંધારણમાં સમાવી શકે કે રદ કરી શકે છે.
  • ભારતનું બંધારણ 

ભારતનું બંધારણ ઘડતી વખતે 60 જેટલા દેશોના બંધારણને ધ્યાનમાં લીધેલા હતા. આથી ભારતના બંધારણની મુખ્ય જોગવાઈઓમાં નીચે મુજબના દેશોના બંધારણની અસર જોવા મળે છે. 

ભારતનું બંધારણ 

ક્રમ સ્ત્રોત સ્વીકારેલ વિગત
1.
બ્રિટન
સંસદીય શાસનપ્રણાલી , કાયદાનું શાસન , કાયદાકીય પ્રક્રિયા, દ્વી-ગૃહી સંસદ, એકલ નાગરિકતા
2.
અમેરિકા (યુ.એસ.એ.)
આમુખ, મૂળભૂત અધિકારો, ઉપરાષ્ટ્રપતિ, ન્યાયતંત્ર , ન્યાયાધીશોને દૂર કરવાની પ્રક્રિયા અને રાષ્ટ્રપતિ મહાભિયોગ
3.
આયર્લેંડ
રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
4.
કેનેડા
સશક્ત કેન્દ્ર સાથેનું સમવાયીતંત્ર, રાજ્યપાલની નિમણૂક, કેન્દ્રની અવશિષ્ટ સત્તાઓ.
5.
ઓસ્ટ્રેલીયા
સમવર્તી યાદી, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક
6.
ફ્રાંસ
ગણતંત્ર અને સ્વતંત્રતા , સમાનતા અને બંધુતાના આદર્શો
7.
દક્ષિણ આફ્રિકા
બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા, રાજ્ય સભાના સભ્યોની ચૂંટણી
8.
જર્મની
કટોકટીના સમયે અમુક મૂળભૂત અધિકારોની મોકૂફી
9.
પૂર્વ સોવિયેટ સંઘ
મૂળભૂત ફરજો, આમુખમાં ન્યાયના સિધ્ધાંતો
10.
જાપાન
કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા

ભારતનું બંધારણના મૂળભૂત અધિકારો

  • આપણાં દેશના દરેક નાગરિકને આપણું ભારતનું બંધારણ કેટલાક અધિકાર (હક) આપે છે. મૂળભૂત અધિકારોનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે.
  • ભારતનું  બંધારણના અનુચ્છેદ 12 થી 35 માં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે. મૂળભૂત અધિકારોના ભાગ-3 ને “મેગ્નાકાર્ટા” તરીકે ઓળખવામાં આવે છે.
  • ભારતના બંધારણમાં શરૂઆતમાં સાત જેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા, પરંતુ બંધારણના 44માં સુધારા (1978) દ્વારા ‘મિલકત/સંપતિનો અધિકાર’ રદ કર્યો.
  • 2002 ના 86માં બંધારણીય સુધારો કરીને પ્રાથમિક શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે 2009 માં પાસર કર્યો.અને એપ્રિલ 2010 થી અમલમાં મૂકવામાં આવ્યો છે.
  • 2010 થી અમલમાં આવ્યો છે. હવે સાત મૂળભૂત અધિકારો અસ્તિત્વમાં છે. 

(1) સમાનતાનો અધિકાર

દરેક નાગરિકને કાયદા સમક્ષ રક્ષણ, ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ નિષેધ, રોજગારીની સમાન તકો, અસ્પૃશ્યતા નાબૂદી તેમજ પદવીઓની નાબૂદી જેવી સમાનતાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

2)સ્વતંત્રતાનો અધિકાર

વાણી-અભિવ્યક્તિ, શાંતિપૂર્ણ રીતે અને શસ્ત્રો વિના એ કઠા થવાની, સંગઠનો-સહકારી મંડળીઓ રચવાની, સમગ્ર દેશમાં મુક્ત રીતે હરવા-ફરવાની, દેશના કોઇપણ વિસ્તારમાં રહેવા સ્થાયી થવાની તેમજ કોઇપણ વ્યવસાય-રોજગાર અને વેપાર કરવાની સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

3) શોષણ વિરુદ્ધનો અધિકાર

માનવ દુર્વ્યવહાર, બળપૂર્વક મજૂરી કરાવવી વગેરે પર પ્રતિબંધ તેમજ કારખાનાંઓ વગેરેમાં ૧૪ વર્ષ કે તેથી નાના બાળકો પાસે શ્રમ કરાવવા પરના નિષેધનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

4) ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર

અંતઃકરણપૂર્વક ધર્મ પાળવાની, તેનો પ્રચાર કરવાની, ધાર્મિક કાર્યો તેમજ શૈક્ષણિક સંસ્થાઓના ધાર્મિક શિક્ષણ કે ઉપાસનામાં જોડાવવાની સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

5) સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર

અલ્પસંખ્યક વર્ગોની ભાષા, લિપિ અને સંસ્કૃતિની સુરક્ષાનો તેમજ તેમને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને તેને ચલાવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

6) બંધારણીય ઉપચારોનો અધિકાર

મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે પાંચ પ્રકારની રીટને આધારે ઉચ્ચ ન્યાયાલય સુધી જઈ ન્યાય મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

7) શિક્ષણનો અધિકાર

6 થી 14 વર્ષની ઉમરના દરેક બાળકને નજીકની પ્રાથમિક શાળામાં મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે.

ભારતનું બંધારણ : મૂળભૂત ફરજો

  • આપણા બંધારણે આપણને અધિકારો આપ્યા છે તેની સાથે સાથે એક નાગરિક તરીકે આપણે સૌએ પાળવાની ફરજો પણ નક્કી કરવામાં આવી છે. બંધારણમાં ફરજોનો વિચાર ભૂતપૂર્વ સોવિયેટ સંઘ (રશિયા)માંથી લેવામાં આવેલ છે. ભારતીય બંધારણની રચના સમયે આ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. પરંતુ બંધારણના 42મા સુધારાથી ભાગ-4 (ક) થી કલમ 51 (ક) તરીકે મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • મૂળભૂત ફરજો અગાઉ 10 હતી પરંતુ વર્ષ 2002માં બંધારણના 86મા સુધારા અન્વયે 11મી ફરજ તરીકે, ‘માતા-પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી
    પાડવાની ફરજ રહેશે. તે મૂળભૂત ફરજ દાખલ કરેલ છે.
  • આપણા દરેક પાઠ્યપુસ્તકના પ્રથમ પાને જેમ ‘પ્રતિજ્ઞાપત્ર’ હોય છે તેમ બીજા પાને ‘મૂળભૂત ફરજો’ દર્શાવવામાં આવેલ હોય છે. આપણે સૌએ આ મૂળભૂત ફરજોનું ચૂસ્તપણે પાલન કરવું જોઇએ.
ભારતનું બંધારણ : મૂળભૂત ફરજો

ભારતનું બંધારણ ની કલમ-51 (ક) મુજબ ભારતના દરેક નાગરિકની ફરજો નીચે પ્રમાણે છે :

(ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને
રાષ્ટ્રગીતનો આદર કરવાની;

(ખ) આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોન હ્રદયમાં
પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;

(ગ) ભારતમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
(ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;

(ચ) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની;

(છ) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની;

(જ) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરબ્રનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની;
(ઝ) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;

(ટ) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની.

(ઠ) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની;

(ડ) માતા-પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ રહેશે.

ભારતનું બંધારણ : વિશેષતા

આપણા દેશ ભારતનું બંધારણ ઘણી રીતે વિશિષ્ટ છે, જેમાંની કેટલીક બાબતો નીચે મુજબ છેઃ વિશ્વનું સૌથી લાંબુ, સ્પષ્ટ અને લેખિત બંધારણ છે.

  • ભારતીય બંધારણ મુજબ સંસદ સર્વોપરી જયારે ન્યાયતંત્ર સર્વોચ્ચ છે.
  • લોકો દ્વારા ચૂંટાયેલ સરકાર દ્વારા શાસન ચાલે તેવી વ્યવસ્થા છે, જેને લોકશાહી શાસન પદ્ધતિ કહે છે.
  • બંધારણના ત્રણ મુખ્ય સ્તંભ નીચે મુજબ છે:

ભારતનું બંધારણના ત્રણ સ્તંભ Three pillars of the Constitution

  1. કારોબારી (કાયદાનો અમલ) Executive
  2. ધારાસભા (કાયદો ઘડવો) Legislature
  3. ન્યાયતંત્ર(તપાસ -ન્યાય અર્થઘટન)Judiciary

આ પણ વાંચો : –  બંધારણ હક્કો -ફરજો અને અધિકારો અને સુધારા વિષે 

  • સંસદ કાયદો ઘડવાનું કાર્ય કરે છે, મંત્રીમંડળ આ કાયદાનો અમલ કરવા/કરાવવાનું કામ કરે છે અને ન્યાયતંત્ર એ આ કાયદાઓનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કાર્ય કરે છે.
  • આપણા દેશમાં સંસદીય શાસન પ્રણાલી છે.
  • આ ઉપરાંત નાગરિકતા, કટોકટી, સંશાત્મક રાજયપ્રણાલી, મૂળભૂત અધિકારો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જેવી અન્ય ઘણી મહત્ત્વની વિશેષતાઓ ભારતના બંધારણમાં જોવા મળે છે.
ભારતનું બંધારણ
કેન્દ્ર સરકાર
ભારતનું બંધારણ
રાજ્ય સરકાર

ભારતનું બંધારણ : મુખ્ય જોગવાઇઓ/ બાબતો

લોકશાહી શાસનપદ્ધતિ

  • ભારતનું બંધારણ  18 વર્ષથી વધુ ઉંમરનો દરેક નાગરિક મત આપી શકે છે. ઉપરાંત બંધારણીય જોગવાઈ મુજબ યોગ્યતા ધરાવતો દેશનો કોઈપણ નાગરિક ચૂંટણી લડી શકે છે.
  • દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ થાય છે. જેના આધારે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર રચાય છે.

ધર્મનિરપેક્ષતા

  • ભારત એક ધર્મનિરપેક્ષ (બિનસાંપ્રદાયિક) દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઇ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે ના ચાલે તે.
  • ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે.

પ્રજાસત્તાક

  • દેશના તમામ પદાધિકારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાય છે.
  • દેશની વ્યવસ્થા માટે બંધારણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા સત્તા પ્રાપ્ત કરે તેને સરકાર કહેવાય છે. ભારત ‘સંઘ રાજય’ છે. કાયદો બનાવવામાં ભારતમાં કેન્દ્રના, રાજ્યના અને સંયુક્ત વિષયો નક્કી થયેલા છે. મૂળભૂત અધિકારોને ‘ભારતીય બંધારણનો અંતરાત્મા’ કહેવામાં આવે છે.
  • ભારતનું બંધારણ રાજય અને વ્યક્તિઓના અધિકારોની રક્ષા કરે છે.

ચૂંટણી પંચ

  • કેન્દ્રીય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ અને મધ્યસ્થ ચૂંટણીનું આયોજન-સંચાલન કરે છે.
  • રાજય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પેટા ચૂંટણીઓનું આયોજન-સંચાલન
  • ચૂંટણીની તારીખો જાહેર કરવી, મતદાર ઓળખકાર્ડ અને યાદી બહાર પાડવી, ચૂંટણી પ્રચાર પર દેખરેખ-નિયંત્રણ રાખવું જેવી ચૂંટણીને લગતી તમામ કામગીરી ચૂંટણીપંચના કાર્યક્ષેત્રમાં આવે છે.

કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC)

  • કેન્દ્રીય જાહેર સેવા આયોગ એ એક કેન્દ્રીય ભરતી સંસ્થા છે. જે ઉચ્ચકક્ષાના સનદી અધિકારીઓનું ચયન કરે છે.
  • આ આયોગ IAS, IPS અને IFS કક્ષાના અધિકારીઓની નિયુક્તિ માટેની પરીક્ષાઓનું આયોજન કરે છે.
    આવી ઉચ્ચકક્ષાની પરીક્ષાઓમાંથી પસંદગી પામનાર અધિકારી કેન્દ્ર તેમજ રાજય સરકારોમાં ફરજ પર મૂકાય છે.
  • UPSC એ સ્વતંત્ર ભરતી આયોગ છે, જેના પર સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. જેમાં એક અધ્યક્ષ અને તેના કેટલાક સભ્યો હોય છે, જેને રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે.
  • UPSC સનદી સેવાઓમાં નિયુક્તિ ઉપરાંત બઢતી જેવી કામગીરી પણ સંભાળે છે. છે.
  • UPSC ની પરીક્ષા આપવા માટેની લધુતમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની હોય છે.

નિયંત્રક - મહાલેખા પરીક્ષક (કેગ) CAG (Comptroller and Auditor General)

  • CAG એ ભારતના સમગ્ર નાણાંકીય તંત્રનું કેન્દ્રીય અને રાજ્ય એમ બંને સ્તરે નિયંત્રણ કરે છે, આથી તેમને ભારતીય બંધારણ મુજબ સૌથી અગત્યના અધિકારી ગણી શકાય.
  • CAG નાણાંકીય વહીવટમાં કારોબારીને ધારાકીય અંગની પ્રત્યેક જવાબદારીનું પાલન કરાવે છે. આથી તે સંસદના પ્રતિનિધિ તરીકે વર્તે છે અને તેઓ ફક્ત સંસદને જ જવાબદાર છે.
  • રાષ્ટ્રપતિને CAG ની નિમણૂંક કરવાની સત્તા છે.

ભારતના મહાન્યાયવાદી એટર્ની જનરલ AG (Atterney General)

  • એટર્ની જનરલ એ દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી છે.
  • રાષ્ટ્રપતિ દ્વારા તેમને સોંપાયેલ કાયદા સંબંધિત બાબતોમાં ભારત સરકારને સલાહ આપવી એ તેમની મુખ્ય ભૂમિકા છે.
  • આ ઉપરાંત તેઓ ભારત સરકાર તરફથી સર્વોચ્ચ તેમજ વડી અદાલતોમાં રજૂઆત કરવી, ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરવું તેમજ બંધારણ દ્વારા કોઈ કાયદા કે રાષ્ટ્રપતિ દ્વારા તેમને સોંપાયેલ કાર્યો અને ફરજીનું વહન કરવું એ તેમની મુખ્ય કામગીરી છે.

સંસદ

  • સંસદ એ દેશની સર્વોચ્ચ ધારાકીય સંસ્થા છે, જેમાં લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે.
  • જે કેન્દ્ર અને રાજય વચ્ચે કોઈ વિષયમાં કાયદો ઘડવા બાબતે મતભેદ થાય તો તેનું નિવારણ સંસદ કરે છે.
  • સંસદ એ દેશની સર્વોચ્ચ ધારાકીય સંસ્થા છે, જેમાં લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે.
  • જે કેન્દ્ર અને રાજય વચ્ચે કોઈ વિષયમાં કાયદો ઘડવા બાબતે મતભેદ થાય તો તેનું નિવારણ સંસદ કરે છે.

રાજયસભા (ઉપલું ગૃહ - કાયમી ગૃહ)

  • હોદાની દષ્ટિએ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
  • રાજ્યસભા કાયમી ગૃહ છે, તેને ક્યારેય વિસર્જીત કરી શકાતું નથી કે તેને કોઈ બરખાસ્ત પણ કરી શકતું નથી.
  • રાજયસભામાં દર બે વર્ષે 1/3 સભ્યો તબક્કાવાર ચૂંટાય છે તેથી તેનું એકી સાથે વિસર્જનન થતું હોવાથી
  • તે કાયમી ગૃહ છે. રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે એટલે કે તેમાં માત્ર જે-રાજયના વિધાનસભાના સભ્યો જ
  • મત આપી શકે છે.
  • રાજયસભામાં ચૂંટાઈને આવનાર સભ્યને સંસદસભ્ય (M.P) કહેવામાં આવે છે. રાજ્યસભાની બેઠક ઓછામાં ઓછી વર્ષમાં બે વાર બોલાવવામાં આવે છે.
  • રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 છે.

લોકસભા (નીચલું ગૃહ - બિનકાયમી ગૃહ )

  • લોકસભામાં બહુમતી ધરાવનાર પક્ષની સરકાર રચાય છે.
  • લોકસભામાં ચૂંટાઈને આવનાર સભ્યને સંસદસભ્ય (M.P) કહેવામાં આવે છે, જેઓ મળીને લોકસભાના અધ્યક્ષને ચૂંટે છે.
  • લોકસભાનું દર પાંચ વર્ષે વિસર્જન થઈ ફરીથી ચૂંટણી યોજાય છે, તેથી તે બિનકાયમી ગૃહ કહેવાય છે.
  • લોકસભાના સભ્યો માટેની ચૂંટણી પ્રત્યક્ષ રીતે દેશના મતદારો દ્વારા થાય છે.
  • લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545 છે.

ભારતનું બંધારણ ક્વિઝ

0%
3 votes, 5 avg
63

બંધારણ વિશેષ ક્વિઝ : 1

BANDHARAN QUIZ : 1

પોલીસ કોન્સ્ટેબલ, PSI, બિન સચિવાલય ક્લાર્ક GPSC તથા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી.

1 / 15

કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું ________________ કહે છે.

2 / 15

બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?

3 / 15

ભારત દેશના બંધારણની શરૂઆત ________________ થાય છે.

4 / 15

બંધારણ સભાએ પોતાનું કાર્ય કઈ તારીખે અને કઈ સાલમાં શરૂ કર્યું ?

5 / 15

"હું એક સંઘરાજ્ય છું." મને ઓળખો .

6 / 15

કડિયા કામ કરનાર મનજીભાઈ ધારાસભા ની ચૂંટણી લડયા અને ચૂંટાઈને ___________________ બન્યા ?

7 / 15

બંધારણ સભાની કુલ કેટલી બેઠક થઈ હતી ?

8 / 15

ભારત દેશના બંધારણનું આમુખ કઈ તારીખે અને ક્યારે ઘડવામાં આવેલું હતું ?

9 / 15

લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે ?

10 / 15

કયા દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે ?

11 / 15

ભારતના બંધારણસભાની બેઠક કુલ કેટલા વર્ષ ,કેટલા મહિના અને કેટલા દિવસ માં યોજાઈ હતી ?

12 / 15

બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

13 / 15

બંધારણસભામાં એંગલો-ઈંડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

14 / 15

"હું દેશનો બંધારણીય વડો છું ",મને ઓળખો.

15 / 15

ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

Your score is

The average score is 33%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

2 thoughts on “3.ભારતનું બંધારણ અને રાજનીતિ:Constitution Of India.”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.